દેશભરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક વિજયાદશમીની ઊજવણી થઈ રહી છે. દિલ્હીના દ્વારકામાં દશેરા કાર્યક્રમમાં ભાગ લેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર સમાજનું વિભાજન કરવાનો આક્ષેપ કરતાં કહ્યું કે, આજના સમયમાં રાવણના પૂતળાની સાથે જાતિવાદના દુષણનું પણ દહન થવું જરૂરી છે. ભારતે પહેલાં કરતાં અત્યારે વધુ સાવધ રહેવાની જરૂર છે.