રજા પર ઉતારી દેવાયેલા સીબીઆઈના ડાઈરેક્ટર આલોક વર્માના ઘરની બહારથી બે સંદિગ્ધ લોકો પકડાતા હાહાકાર મચ્યો છે. આલોક વર્માના ઘર પર તહેનાત સુરક્ષાકર્મીઓએ બે સંદિગ્ધ લોકોને પકડ્યા છે. બંને સંદિગ્ધ એક કારની સાથે ઘરની બહાર ઊભા હતાં. સુરક્ષાકર્મીઓએ જ્યારે તેમની પૂછપરછ કરી તો તેઓ સ્પષ્ટ રીતે જવાબ આપી શક્યા નહીં, ત્યારબાદ તેમને પકડીને પોલીસને સોંપી દેવાયા છે.
અત્રે જણાવવાનું કે સીબીઆઈના વડા આલોક વર્મા અને સ્પેશિયલ ડાઈરેક્ટર રાકેશ અસ્થાનાએ એક બીજા પર લાંચનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ વિભાગમાં ખુબ ઉથલપાથલ મચી ગઈ છે. આ હાલાતને પહોંચી વળવા માટે સીવીસીની સલાહ પર કેન્દ્ર સરકારે રાકેશ અસ્થાના અને આલોક વર્માને રજા પર ઉતારી દીધા છે. તેમની જગ્યાએ નાગેશ્વર રાવને વચગાળાના ડાઈરેક્ટર બનાવવામાં આવ્યાં છે.