બિહાર (Bihar)ની કમાન નીતિશ કુમારે (Nitish Kumar) ફરી સંભાળી લીધી છે, પરંતુ આ વખતે તેમની જોડી તૂટી ગઈ છે. આ વખતે સુશીલ મોદી (Sushil Modi) ડેપ્યૂટી સીએમ નહીં હોય. નવી એનડીએ સરકારમાં બે ડેપ્યૂટી સીએમ (Deputy Chief Minister) બનાવવામાં આવ્યા છે, જેમાં સુશીલ મોદીનું નામ નથી.
તેમની સાથે 14 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા. આમાં બીજેપીના 7, જેડીયૂના JDU 5, વીઆઈપી VIP અને હમ પાર્ટીના HAM એક-એક મંત્રી શામેલ છે. દરભંગાની જાલે વિધાનસભા સીટથી જીવેશ મિશ્રા (બ્રાહ્મણ), મુઝફ્ફરપુરની ઔરાઈ સીટથી ધારાસભ્ય રામસૂરત રાય (યાદવ), મધુબની જિલ્લાની રાજનગર સીટથી ધારાસભ્ય રામપ્રીત પાસવાન (દુસાધ), આરા વિધાનસભા સીટથી ધારાસભ્ય અમરેન્દ્ર પ્રતાપ (ક્ષત્રિય), બેતિયાથી ધારાસભ્ય રેણુ દેવી (નોનિયા), કટિહારથી તારકિશોર પ્રસાદ (વાણિયા) અને MLCથી મંગલ પાંડે (બ્રાહ્મણ)એ મંત્રી પદના શપથ લીધા. એટલે આ વખતે નીતિશના શપથ ગ્રહણમાં જાતિ સંતુલન બનાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવ્યો.