-
વિચરતી-વિમુક્ત જનજાતિ વેલ્ફેર સંઘ-ગુજરાત દ્વારા આજે રાજ્યના મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે અધિકાર રેલી યોજાઇ હતી. જેમાં આ સમાજના લાખો લોકોના સામાજિક કલ્યાણ માટે એસટી અને એસસી સમાજની જેમ અલગ બજેટ ફાળવવાની માંગ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરને ત્યારબાદ એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. રેલીમાં અમદાવાદથી ગયેલા કર્મશીલો પણ જોડાયા હતા. અને આગામી સમયમાં ગાંધીનગર ખાતે જંગી રેલી યોજવાનો નિર્ણય પણ લેવાયો હતો.