મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેનાએ NCP અને કોંગ્રેસ સાથે કરેલા ગઠબંધનને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આ અરજી કરનાર વકીલે એવો આક્ષેપ મૂક્યો હતો કે શિવસેનાએ મહારાષ્ટ્રના મતદારો સાથે દગો કર્યો છે. શિવસેનાએ NDA સાથે વિધાનસભાની ચૂંટણી લડી... અને હવે સત્તા કબજે કરવા માટે શિવસેનાએ તેને દગો આપ્યો છે. આ ગઠબંધનને સરકાર રચતાં અટકાવો યોર ઑનર. જણાવી દઈએ કે પ્રમોદ પંડિત જોશી નામના વકીલ તરફથી આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જો કે કોર્ટે એની સુનાવણીની તારીખ હજુ જાહેર કરી નથી.