-
પી.એચડીના ગાઇડ દ્વારા તેના હાથ હેઠળ અભ્યાસ કરતી છાત્રાનું શારીરિક શોષણનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગમાં અભ્યાસ કરતી વિધાર્થીની દ્વારા પી.એચડીના ગાઇડ નિલેશ પંચાલ સામે કરવામાં આવેલી શારિરીક શોષણની ફરિયાદ બાદ સિન્ડીકેટ સભ્યોની બેઠકમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.એટલુ જ નહીં તેની ગાઇડશીપ કાયમી માટે રદ્દ કરવામાં આવી છે. એન્ટી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલે કરેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં નિલેશ પંચાલ દ્વારા વિઘાર્થીની પર સબંધો બાંધવા માટે દબાણ કરવામાં આવતું હતું અને તેના માટે વિધાર્થીનીને પોતાની ચેમ્બરમાં બોલાવી તેની પાસેથી મોબાઇલ લઇને તેને કલાકો સુધી એન્ટી ચેમ્બરમાં બેસાડી રાખવામાં આવતી હતી. સેલે કરેલી તપાસમાં અન્ય એક યુવતીએ પણ નિલેશ પંચાલના ચારિત્ર્યને કારણે પીએચડીનો અભ્યાસ પુરો કર્યા વગર અભ્યાસ છોડી દીધો હતો. તો બાયોસાયન્સ વિભાગના સ્ટાફ દ્વારા પણ પંચાલના ચારિત્ર્યને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યાં હતા અને હેરેસમેન્ટ સેલને નિવેદન આપ્યું હતું.