જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ મુદ્દે જસ્ટિસ પ્રકાશ પાડિયાની સિંગલ બેંચમાં આજે સુનાવણી યોજાવાની હતી જેને 6 જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ મામલે ગત 16 મેના રોજ પણ સુનાવણી થઈ હતી જેમાં હિંદુ પક્ષની દલીલો અધૂરી રહી ગઈ હતી.
અલ્હાબાદ કોર્ટે ટાળી સુનાવણી
અલ્હાબાદ હાઈકોર્ટમાં જ્ઞાનવાપી કેસની સુનાવણી ટાળી દેવામાં આવી છે. હવે કોર્ટ ગરમીઓની રજા બાદ 6 જુલાઈના રોજ આ મામલે સુનાવણી કરશે. હાઈકોર્ટે એ નક્કી કરવાનું છે કે, 31 વર્ષ પહેલા 1991માં દાખલ ફરિયાદની સુનાવણી થઈ શકે કે નહીં. આ મામલે 16 મેના રોજ થયેલી સુનાવણીમાં હિંદુ પક્ષની દલીલો અધૂરી રહી ગઈ હતી જે પૂરી થયા બાદ બંને મુસ્લિમ પક્ષકારો પોતાની દલીલો રજૂ કરશે.