(પારૂલ ત્રિવેદી-શાહ), સિંગાપોર
સિંહનું શહેર સિંગાપોર પર આ સપ્તાહમાં સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયેલું છે, કે જ્યાં બે રાષ્ટ્રોના વડાઓ બિન-પરમાણુ, સુરક્ષા અને રાજકીય બાબતોની સાથે આર્થિક પ્રોત્સાહનો માટે એકબીજા સાથે વાતચીત માટે સહમત થયાં છે. સિંગાપોરે પોતાને મૂલ્યવાન રાજદ્વારી સ્થળ તરીકે પૂરવાર કર્યું છે ત્યારે બે નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન સારી બાબતોમાં સિંહ સમાન ગુણવતાસભર નિર્ણયો લેવા માટે સહમત થશે. સિંગાપોરે આ પરિષદને ધ્યાનમાં રાખીને સુરક્ષાની ઉચ્ચતમ વ્યવસ્થા હાથ ધરી છે. સુરક્ષામાં અનેક લેયરમાં પોલીસની સાથે જમીન,આકાશ અને દરિયામાં પણ સશસ્ત્રો સાથે કમાન્ડોને સેન્ટોસાના ટાપુ પરના કેપેલ્લા રિસોર્ટતૈનાત કરવામાં આવ્યાં છે. આ રિસોર્ટને નોર્મન ફોસ્ટર દ્વારા ડિઝાઇન કરાયો છે. સિંગાપોરમાં આ મહત્વની બેઠક છતાં સામાન્ય જનજીવન યથાવત ચાલી રહ્યું છે. મોટા ભાગના સિંગાપોરીયન નાગરિકોને એ બાબતે ગર્વ છે કે આવી મહત્વની બેઠક માટે તેમના શહેરની પસંદગી કરવામાં આવી છે. વૈશ્વિક સ્તરની મંત્રણાઓ માટે યજમાન બનવાથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં સિંગાપોરનો દરજ્જો ઉંચો થશે. આ બેઠક પાછળ થનાર 20 મિલિયન ડોલરનો ખર્ચ સિંગોપોર વહન કરશે અને સિંગાપોરના વડાપ્રધાન લી સીન લૂંગ દ્વારા અગાઉ મિડિયાને કહેવામાં આવ્યું તેમ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં યોગદાન આપવું તે આપણા માટે એક રસનો વિષય છે. સિંગાપોરની ઔપચારિક ઓળખ એક પ્રતિક છે કે જેને મેરલાયન કહેવાય છે. જેનું મુખ સિંહનું અને ધડ માછલીનું બનેલું છે. તેને દરિયાઇસિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિંગાપોરમાં યોજાનાર આ બેઠક પર લાખો લોકોની નજર છે ત્યારે બે નેતાઓ સિંહની જેમ ગર્જના સાથે વિશ્વની હિતમાં સકારાત્મક નિર્ણયો લેશે.