ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. અહીં રાજ્યસભા ઉમેદવાર તરીકે ઊભા રહેલા વિદેશમંત્રી એસ.જયશંકર ફરી એકવાર રાજ્યસભા ઉમેદવાર તરીકે બિનહરિફ ચૂંટાયા છે. જ્યારે તેમની સાથે અન્ય બે ભાજપ ઉમેદવારો કેસરીદેવ સિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈ પણ બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં આ ત્રણેય સાંસદની શપથવિધિ થશે. કોંગ્રેસમાંથી આ વખતે એક પણ ફોર્મ ભરવામાં આવ્યા ન હતા.