ભારત તરફથી અનેક મેચ રમી ચૂકેલા 35 વર્ષીય ઓલરાઉન્ડર ખેલાડી ઈરફાન પઠાણે શનિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ભારતીય ટીમના મુખ્ય સ્વિંગ બોલરોમાં સ્થાન ધરાવતા ઈરફાન પઠાણ વિદેશમાં ફ્રેન્ચાઈઝી આધારિત લીગ માટે રમી શકે છે.
પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરતા ઈરફાને કહ્યુ કે, ''આજે હું તમામ પ્રકારના ક્રિકેટ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ રહ્યો છું. આ સમય મારા માટે ભાવુક છે, પરંતુ આ સમય તમામ ખેલાડીના જીવનમાં આવે છે. નાની જગ્યાથી છુ અને મને સચિન તેંડુલકર તથા સૌરભ ગાંગુલી જેવા મહાન ખેલાડીઓ સાથે રમવાનો મૌકો મળ્યો, જે તમામની ઇચ્છા હોય છે.''
ઈરફાન પઠાણ ઓક્ટોબર 2012માં છેલ્લીવાર ટીમ ઈન્ડિયાની જર્સીમાં ઉતર્યા હતા. તેમણે ડોમેસ્ટીક ક્રિકેટમાં છેલ્લીવાર ફેબ્રુઆરી 2019માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જમ્મુ કાશ્મીરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મહત્વનું છે કે, ગત મહિને IPLની હરરાજીમાં પણ તે સામેલ થયો નહોતો. જણાવી દઈએ કે ઈરફાન પઠાણે 2003માં એડિલેડ ઓવલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. ઈરફાન પાસે ઝડપ નહોતી પરંતુ બોલને સ્વિંગ કરાવવાની ક્ષમતાએ તેને સફળતા અપાવી.