પાંચ દિવસના જયપુર લિટરેચર ફેસ્ટિવલનો ગુરુવારથી શુભારંભ થયો. ફેસ્ટિવલના ઉદઘાટન ટાણે ગુલઝાર, અમેરિકન કવિ એન વાલ્ડમેન, સદગુરુ અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે હાજર રહ્યા. શહેરમાં ઠેર-ઠેર સાહિત્ય રસિકો મહાલતા જોવા મળતા હતા. તેમના પ્રિય લેખકને મળવા માટેની આતુરતા તેમની આંખોમાં જોઈ શકાતી હતી. ફેસ્ટિવલમાં 250થી વધુ લેખકો હાજર રહેવાનો અંદાજ છે.