કોરોના વાયરસના કહેરના લીધે ફિલ્મ ટેક્નીશિયન્સને બચાવવા માટે તકેદારીના ભાગ રૂપે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ મોટા સંગઠનોની મીટિંગ આજે (રવિવારે) યોજાઈ હતી. તેમાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ, ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર એસોસિએશન, વેસ્ટર્ન ઇન્ડિયા ફિલ્મ પ્રોડ્યૂસર એસોસિએશન, IFPTC અને ગિલ્ડના સભ્યો સામેલ થયા હતા. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ગુરૂવારે 19 માર્ચથી દરેક ફિલ્મો અને ટીવી શોનું શૂટિંગ બંધ કરવામાં આવશે. આ પ્રતિબંધ 31 માર્ચ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન દરેક નિર્માતાઓને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે જેથી કરી તેઓ દેશ અથવા વિદેશમાં ક્યાંય શૂટિંગ કરી રહ્યા હો તો તેમના યુનિટને ત્યાંથી પરત લાવી શકે.