ગુજરાતની સાબરમતી સહિત 17 જેલોમાં શુક્રવારની આખી રાત દરોડા પડ્યા. જેલોમાંથી ઘણા મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કંટ્રોલ રુમમાં દરોડાનુ લાઈવ નિરીક્ષણ કર્યુ. સાબરમતી જેલમાં જ અતીક અહેમદ પણ બંધ છે. દરોડા પાછળનો મુખ્ય હેતુ ગેરકાયદે કામોને પ્રકાશમાં લાવવાનો છે. આ માહિતી ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે આપી છે.