મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંબંધો અત્યંત તણાવપૂર્ણ બન્યા છે તેવા સમયે ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર રવિવારે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું મોત થયું છે. અને તેમની સાથે વિદેશ મંત્રીએ પણ જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે રેસક્યુ ટીમને 17 કલાક બાદ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો હતો.