ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન્સે આજે ભારત બંધની જાહેરાત કરી છે. તેની અસર દેશના કેટલાક હિસ્સામાં જોવા મળી. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લાના કાંચરાપાડામાં દેખાવકારોએ રેલવે ટ્રેક બંધ કરાવ્યા, જ્યારે સિલીગુડીમાં ઉતર બંગાળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના બસ ડ્રાઈવરોએ હેલમેટ પહેરીને બસ ચલાવી. મુંબઈમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના કર્મચારીઓએ ભારત પેટ્રોલિયમમાં વિનિવેશના ચુકાદાની વિરુદ્ધ દેખાવ કર્યો. જ્યારે ચેન્નાઈમાં માઉન્ટ રોડ પર કર્મચારીઓએ દેખાવ કર્યા.
ભારત બંધમાં ભારતીય વ્યાપાર સંઘ, ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન સેન્ટર, હિન્દ મજદૂર સભા(એચએમએસ), સ્વ-રોજગાર મહિલા સંઘ, ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ(એઆઈટીયુસી), લેબર પ્રોગ્રોસિવ ફેડરેશન સામેલ છે. આ સિવાય(એલપીએફ), યુનાઈટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ(યુટીયુસી), ઓલ ઈન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ(એઆઈસીસીટીયુ), ઈન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ(આઈએનટીયુસી) અને ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટરે સમર્થન કર્યું છે. આજનાં ભારત બંધમાં 25 કરોડ કર્મચારીઓ સામેલ થયા હોવાનો ટ્રેડ યુનિયનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે.