ટાઇટન સબમરીનમાં સવાર તમામ પાંચ લોકોના કરૂણ મોત થયા છે. આ વાતની પુષ્ટિ કરતા સબમરીન ઓપરેટિંગ કંપની ઓશનગેટે શ્રદ્ધાંજલિ આપી છે. સબમરીનમાં સવાર તમામ લોકો ડૂબી ગયેલા ટાઈટેનિક જહાજના કાટમાળને જોવા માટે ઊંડા સમુદ્રમાં ગયા હતા, જ્યાં તેમનો સંપર્ક તૂટી ગયો હતો. 18મી જૂને ઓશનગેટ કંપનીની આ સબમરીન પ્રવાસ માટે નીકળી હતી, પરંતુ શરૂઆતના 2 કલાકમાં જ સંપર્ક તૂટી ગયો હતો.