અમદાવાદસ્થિત વિશ્વ પ્રસિદ્ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે તાજેતરમાં એક મહિલાને ટ્રાન્સપ્લાન્ટ માટે દાખલ કરવામાં આવી હતી. રંજન મારવાહ નામની આ મહિલાને કિડની મળે તો જ તે બચી શકે તેમ હતી. તેમનાં પતિની સાથે પરિવારના 11 લોકો સિવિલ પહોંચી ગયાં હતાં અને પોતાની કિડની લેવા જણાવ્યું હતું. આખરે રજનબેનના નાના ભાઈની કિડની મેચ થઈ હતી.