અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP દિપન ભદ્રનની રાતોરાત જામનગર SP તરીકે બદલી કરાતા રાજ્યના પોલીસ બેડામાં ખભળભાટ મચી ગયો છે.
અમદાવાદ શહેરના ક્રાઈમ બ્રાન્ચના મહત્વના DCP પદેથી દિપન ભદ્રનને જામનગર સુપરિટેન્ડન્ડ પોલીસ (SP) તરીકે મૂકાયા છે. મહત્વનું છે કે દિપન ભદ્રનની છબી માફિયારાજને ડામનારા તેમ જ કડક હાથે કામ લેતા પોલીસ અધિકારી તરીકેની રહી છે.
ગુજરાતમાં જમીન માફિયાઓની વાત આવે ત્યારે જામનગરમાં જયેશ પટેલ નામ ન આવે તેવું બને નહીં. રૂપાણી કેબિનેટમાં વરિષ્ઠ પ્રધાનના આશીર્વાદ હોવાના નામથી જાણીતા જયેશ પટેલ આગામી વિશાલ ગોસ્વામી બનવાનું લક્ષ્ય ધરાવે છે. ઉલ્લેખનીય છે કે જયેશ પટેલનું નામ બીટકોઈન કૌભાંડમાં પણ સંડોવાયેલું છે. જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યામાં પણ જયેશ પટેલની સંડોવણીના આરોપ લાગી ચૂક્યાં છે. જ્યારે બીજી બાજુ આંતરાષ્ટ્રીય માફિયા ગેંગ સાથે પણ તેના કનેક્શન છે તે જગજાહેર છે. આવામાં હજુ સુધી ગુજરાત સરકાર જયેશ પટેલ જેવા રીઢા ગુનેગારને શોધવામાં નિષ્ફ્ળ ગઈ છે.
જામનગરમાં ખાસ કરીને જમીન માફિયાઓનું કદ ઘણું વધ્યું છે જેને કાપવા માટે હવે કેન્દ્રએ કમર કસી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં સમયથી જમીન પચાવવી, મર્ડર અને બુટલેગરો સાથે સાંઠગાંઠની ઘટનાઓનું પ્રમાણ વધતાં જામનગરમાં ક્રાઈમનો ગ્રાફ ઘણો ઊંચો જઈ રહ્યો છે. નોંધનીય છે કે રાજ્યમાં પોલીસ અધિકારીઓની નિમણૂકમાં કેન્દ્રએ એટલે હસ્તક્ષેપ કરવો પડી રહ્યો છે કે કારણકે રૂપાણી સરકારમાં જમીન માફિયાઓએ માથુ ઊંચક્યું છે. જેમાં ખાસ કરીને જામનગર હોય કે સુરત શહેરમાં અનેક વખતે જમીન કૌભાંડ અને તેની લેતી-દેતીમાં મર્ડર તેમ જ આપઘાતના કિસ્સાઓ બહાર આવ્યાં છે.