ગુજરાતમાં વર્ષ 2002માં ગોધરાકાંડ પછી બે ધર્મના લોકો વચ્ચે તંગદીલી સર્જાઈ હતી અને તે રમખાણોમાં ઘણા જીવ ગયા હતા. નિર્દોષો આ ઘટનાનો ભોગ બન્યા અને તેમને ઘણું સહન કરવું પડ્યું હતું. હવે લાંબા સમયથી આ ઘટના કોર્ટના કાગળો અને તારીખો વચ્ચે હતી. હાલમાં સુપ્રીમ કોર્ટે આજે રમખાણો સાથે જોડાયેલા તમામ કેસ બંધ કરવાનો આદેશ કર્યો હતો. ચીફ જસ્ટિસ યુયુ લલિતની બેન્ચે કહ્યું કે, આટલો સમય વીતી ગયા પછી હવે સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી.
ઉલ્લેખનીય છે કે રમખાણોને લગતી અરજી સુપ્રીમમાં દાખલ થઈ હતી. આ તોફાનો સાથે જોડાયેલા કેસમાં 9 પૈકીના 8 પર નીચલી અદાલતોએ ચુકાદા આપ્યા છે. નરોડા ગામના કેસમાં પણ હજુ સુનાવણી ચાલી રહી છે ત્યારે સુપ્રીમે કહ્યું છે કે રમખાણો સાથે જોડાયેલા કોઈ કેસમાં સુનાવણીની જરૂર નથી.