રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જાતિવાદને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભાગવતે કહ્યુ છે કે, જાતિ, સંપ્રદાય પંડિત-પૂજારીઓએ બનાવ્યો છે જે ખોટું છે. આપણા સમાજના વિભાજનનો હંમેશા અન્ય લોકોએ ફાયદો ઉઠાવ્યો છે. એ જ રીતે ફાયદો ઉઠાવીને આપણા દેશમાં હુમલા થયા અને બહારથી લોકો આવ્યાં જેમણે અમારો ફાયદો ઉઠાવ્યો.
સંઘ પ્રમુખે કહ્યુ છે કે, ‘ભગવાને હંમેશા કહ્યું છે કે તેના માટે દરેક સમાન છે અને તેના માટે કોઈ જાતિ, સંપ્રદાય નથી, તે પૂજારીઓએ બનાવ્યો છે જે ખોટું છે. દેશમાં અંતરાત્મા, ચેતના બધા એક છે, તેમાં કોઈ તફાવત નથી, માત્ર મંતવ્યો અલગ છે. અમે ધર્મ બદલવાની કોશિશ નથી કરી, જો બદલાય તો ધર્મ છોડી દેવો જોઈએ.’