ચીની એઆઈ સ્ટાર્ટઅપ ડીપસીકની લોકપ્રિયતા બાદ અન્ય એક ચાઈનીઝ એઆઈ મોડલ બજારમાં આવ્યું છે. ચીની ટેક જાયન્ટ અલીબાબાએ ક્વેન ૨.૫ મેક્સ નામનું એઆઈ મોડલ લોન્ચ કર્યું છે.
અલીબાબાની ક્લાઉડ સર્વિસે દાવો કર્યો છે કે, ક્વેન ૨.૫ ખૂબ જ અસરકારક છે. તેણે ઘણા મામલામાં ડીપસીક આર-૧, ઓપનએઆઈના જીપીટી-૪, મેટાના લ્યામા ૩.૧-૪૦૫બી અને ડીપસીકના વી-૩ને પાછળ છોડી દીધું છે.