મહાત્મા ગાંધી રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં ભણ્યા હતા, તે શાળાને બંધ કરી મ્યુઝિયમમમાં તબદિલ કરવાનો નિર્ણય કરાયો. વિદ્યાર્થીઓના અભાવે 164 વર્ષ જૂની શાળાને બંધ કરાશે. અહીં તૈયાર થનારા મહાત્મા ગાંધી મ્યૂઝિયમ માટે 12 કરોડ રુપિયા ખર્ચાશે. 17ઓક્ટોબર, 1853માં રાજકોટ ઈંગ્લિશ સ્કૂલના નામે શરુ થયેલી આ સ્કૂલ પછી આલ્ફ્રેડ હાઈસ્કૂલના નામે ઓળખાતી. આઝાદી બાદ તેને મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ નામ અપાયું હતું.