ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધી જતા રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી આજે 131.25 મીટર પહોંચી છે. જેના કારણે નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને 4 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે ભરૂચ અને વડોદરા જિલ્લાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ બાબતે માહિતી ખાતા દ્વારા જાહેર કરેલી માહિતી મુજબ સરદાર સરોવર નર્મદા બંધમાંથી નદીમાં બપોરના બે વાગ્યે 4,12,705 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતુ. જેથી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના 6, શિનોર તાલુકાના 4 અને ડભોઇ તાલુકાના 3 એમ કુલ 13 ગામોને સંપૂર્ણ સાવચેતી રાખવા અને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે.