દેશમાં હાલમાં અચાનક વધી રહેલા કોરોના વાયરસના કેસોને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને રાજ્ય સરકાર એલર્ટ પર છે. આ દરમિયાન આજે આખા દેશમાં મૉક ડ્રિલનુ આયોજન કરવામાં આવશે. જેમાં કોરોના સંબંધિત તૈયારીઓની તપાસ થશે. આ ડ્રિલ હેઠળ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા હરિયાણાના ઝજ્જરમાં ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)માં તૈયારીઓની સમીક્ષા કરશે.