મુંબઈના રેલવે ટ્રેકને ઉડાવી દેવાની ધમકીને પગલે પશ્ચિમ રેલવે દ્વારા મહત્ત્વના રેલવે સ્ટેશન પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં મુંબઈ રેલવે ટ્રેક ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેઈલ મોકલાયો હતો. જેને પગલે રેલવે પોલીસ ગવર્મેન્ટ રેલવે પોલીસ દ્વારા મહત્ત્વના રેલવે સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ચૅકિંગ હાથ ધરવામાં આવી હતી.