કેરળમાં નિપાહ વાયરસથી 11થી વધુનાં મોત થયાં છે ત્યારે ગુજરાતમાં પણ એલર્ટ અપાયું છે. આ અંગે રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું કે, આ અંગે ગુજરાત સરકાર ગંભીર છે અને ગુજરાતમાં નિપાહ રોગની અસર ના થાય તે માટે પગલાં લેવાયા છે. તેમજ હોસ્પિટલમાં અલગ વોર્ડમાં સારવાર કરાશે. નિપાહ વાયરસને લઈ જિલ્લા કલેક્ટર, પશુપાલન વિભાગ, જિલ્લા આરોગ્ય અધિકારીઓને સૂચના અપાઈ છે.