આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તૈયબાના 12 જેટલા આતંકવાદીઓ દિલ્હીમાં ઘૂસી ચુક્યા હોવાનું એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના પાંચ અને લશ્કરે તૈયબાના સાત આતંકવાદીઓ હોવાની આશંકા છે. પીએમઓ અને લાલ કિલ્લાને ઉડાવવાનો આતંકવાદીઓનો ટાર્ગેટ હોવાનું માનવામાં આવે છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ પંદરમી ઓગસ્ટની તૈયારીઓને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કર્યું છે.