જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IBના એલર્ટ બાદ સુરક્ષાના ભાગરૂપે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે, પોલીસ, ડૉગ સ્ક્વોર્ડ, બોમ્બ સ્ક્વોર્ડ દ્ગારા તપાસ શરુ કરી દેવામાં આવી છે. રેલવે સ્ટેશન, મોલ, મલ્ટીપ્લેક્સ સહિતના તમામ સ્થળોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ પોલીસ દ્ગારા વાહનો રોકીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના જવાનો ઉપર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલાના પગલે ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના તમામ મુખ્યમાર્ગો પર નાકાબંધી કરીને વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત એરપોર્ટ, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશનો, પવિત્ર યાત્રાધામો અને દરિયાઇ માર્ગો પર પણ સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. રાજ્યભરનાં તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.