ચારધામ યાત્રા શરૂ થવાની તારીખ નજીક આવતાં જ સાયબર ઠગ પણ સક્રિય થઈ ગયા છે. ચારધામ માટે હેલી સેવાના નામે અઢળક નકલી વેબસાઈટ તૈયાર કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડ પોલીસના STFએ આવી 8 ફેક વેબસાઈટ પકડી પાડી છે, જેને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. આ વેબસાઇટ્સ દ્વારા હેલી સર્વિસ બુક કરાવવાના નામે અલગ-અલગ રાજ્યોના રહેવાસીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. એસટીએફ આ પીડિતોને શોધવાનો પ્રયાસ કરી રહી છે.