વિધાનસભાની પેટાચૂંટણી પહેલા જ અરવલ્લીના બાયડમાં દારૂ મળી આવતા રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે ચૂંટણીમાં વિતરણ કરવા માટે વિદેશી દારૂ લાવવામાં આવ્યો છે.
તો આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ પ્રદિપસિંહ જાડેજા ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. ચાવડાએ આરોપ લગાવતાં કહ્યું કે, બાયડમાં ગૃહરાજ્યમંત્રીની દેખરેખમાં બે કન્ટેનર દારૂ ઉતરાયો છે. હાર ભાળી ગયેલી ભાજપ દારૂનું વિતરણ કરે છે. બાયડમાં રાત્રિના સમયે લોકોએ દારૂ પકડ્યો હતો. પોલીસ ફરિયાદ લેવાને બદલે ધમકાવે છે. પોતાના ઉમેદવારને જીતાડવા ભાજપ દારૂની ખેપ મારે છે. 6 બેઠકના મતવિસ્તારમાં ભાજપ દારૂનું વિતરણ કરે છે. પ્રચાર પૂર્ણ થવા છતા ભાજપના મંત્રી વિસ્તારમાં ફરી રહ્યા છે. ધારસભ્યો,સાંસદે મતદારોને ધમકાવે છે.
આ સાથે ચાવડાએ કહ્યું કે, ગૃહરાજ્યમંત્રીની નિગરાણીમાં જ દારૂનું વિતરણ કરાઈ રહ્યું છે. ગૃહમંત્રી જે હોટેલમાં રોકાયા ત્યાંથી જ દારૂ પકડાયો છે. CM અને ગૃહરાજ્યમંત્રીએ હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ. ચૂંટણીપંચ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ.