દ્વારકામાં સંભવિત વાવાઝોડાને કારણે ભયસૂચક સિગ્નલ (Warning signal) લગાવાયા છે. દ્વારકાના તમામ બંદરો પર 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. રૂપેણ બંદર વિસ્તારમાં માછીમાર પરિવારોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. કારણ કે દરિયાની નજીક રહેતા લોકોને આપતી સમયે મુશ્કેલી સર્જાતી હોય છે.
અંદાજે 200થી 300 માછીમાર પરિવારનું સ્થળાંતર કરાયું છે. 297 જેટલા લોકોને શેલ્ટરહોમમાં ખસેડવામાં આવ્યા છે. તમામ માછીમારોએ પોતાની બોટને સુરક્ષિત લાંગરી દીધી. મહત્વનું છે કે દરિયા કિનારે સલામતીના ભાગરૂપે સુરક્ષા કર્મીઓ પણ તૈનાત કરી દેવાયા છે.