બોલિવૂડ ખિલાડી અક્ષય કુમાર એકવાર ફરીથી રિયલ લાઇફ હીરોની ભૂમિકામાં નજર આવશે. અક્કીએ હાલમાં જ એક ફિલ્મ સાઇન કરી છે, જેમા તે રિયલ લાઇફ હીરોના રોલમાં નજર આવશે. અક્કી હવે જયવંત સિંહ ગિલની જિંદગી પર બની રહેલ ફિલ્મમાં જોવા મળશે. ગિલે વર્ષ 1989માં પોતાના જીવનાં જોખમમાં મૂકીને કોલસાની ખાણમાં કામ કરતા 64 મજૂરોનો જીવ બચાવ્યો હતો. અક્કી જે રિયલ લાઇફ હીરોનું પાત્ર ભજવી રહ્યો છે તેમનું આખુ નામ જસવંત સિંહ ગિલ છે. કોલસાની ખાણમાં બનેલ ઘટના સમયે જસવંત સિંહ ગિલ એડિશનલ ચીફ માયનિંગ એન્જીનીયરની પોસ્ટ પર હતા. જ્યારે જસવંતને તે ઘટના વિશે જાણકારી મળી ત્યરે તેઓ કંઇ પણ વિચાર્યા વીના પાણીથી ભરેલી તે ખાણમાં જવાનો નિર્ણય કર્યો હતો. તમને જણાવી દઇએ કે, વર્ષ 1989માં બનેલી આ કોલસાની ખાણની સૌથી મોટી દુર્ઘટના હતી. આ દુર્ઘટનામાં 6 મજૂરોનાં મોત થઇ ગયા હતા. જ્યારે જસવંત સિંહે 64 મજૂરોનાં જીવ બચાવ્યા હતાં.