બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે કોરોના વાયરસ સામે લડાઈ લડવા માટે 25 કરોડ રૂપિયાની રકમ દાન કરી છે. અક્ષયકુમારે આ દરમિયાન ટ્વીટ કરતા લખ્યું કે, તેઓ કોરોના વાયરસ જેવી મહામારી સામેની જંગ લડવા માટે દેશની મદદ કરવા માટે વડાપ્રધાન રાહત ફંડમાં 25 કરોડ રૂપિયાનું દાન આપવાનો સંકલ્પ લીધો છે.
અક્ષય કુમારે ટ્વીટ કરી કહ્યું કે, અત્યારે એ સમય છે જ્યારે આપણે પોતાના લોકોની જિંદગીની ચિંતા કરીને તેની કાળજી રાખવા જેટલું થઇ શકે એટલું કરવું જોઈએ. હું મારી બચતમાંથી પીએમ મોદીજીના ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની શપથ લઉં છું. ચાલો જિંદગી બચાવીએ. જાન હૈ તો જહાન હૈ.