ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ આર. સુભાષ રેડ્ડીની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધિશ તરીકે બઢતી સાથે બદલી થતાં રાજ્યની હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધિશનું પદ ખાલી પડ્યું હતું. શુક્રવારે 2 નવેમ્બરના રોજ સવારે ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ તરીકે જસ્ટિસ અકીલ અબ્દુલહમીદ કુરેશીની નિમણૂકનો કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલયના ન્યાયાધિશ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. મુંબઈ હાઈકોર્ટનો ચાર્જ ન સંભાળે ત્યાં સુધી જસ્ટિસ અકીલ કુરેશી ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ રહેશે.