દેશમાં મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલનો પંજાબ, હરિયાણા સહિત દેશના ઘણા રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન મોદી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકારમાં સહયોગી પક્ષ શિરોમણી અકાલી દળે એનડીએ સાથે છેડો ફાડ્યો છે. શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે શનિવારે પક્ષની કોર સમિતિની અધ્યક્ષતા કરતાં પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠક પછી એનડીએમાંથી અલગ થવાનો નિર્ણય લેવાયો હતો.
જણાવી દઈએ કે, કૃષિ બિલને લઈ અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝના મંત્રી પદેથી થોડા દિવસો પહેલા રાજીનામું આપ્યું હતું. જે બાદ હવે અકાલી દળે એનડીએ સાથે છેડો ફાડીને મોદી સરકારને મોટો આંચકો આપ્યો છે.