એનડીએની અગાઉની સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)નો હોદ્દો સંભાળીને દેશનાં સીમાડાઓની સુરક્ષા માટે સક્રિય રહેનાર અજિત ડોભાલને મોદી સરકારની બીજી ઇનિંગમાં ફરી પાંચ વર્ષ માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે. તેમને એક્સ્ટેન્શન સાથે પ્રમોશન મળ્યું છે. ડોભાલને સર્જિકલ સ્ટ્રાઇકનાં માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે. દેશની રાષ્ટ્રીય સુરક્ષામાં તેમના મહત્ત્વનાં યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને કેબિનેટ કક્ષાનાં પ્રધાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમનું કદ વધ્યું છે. તેની સાથે સુરક્ષાની બાબતોમાં દેશ વધુ મજબૂત બન્યો છે. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને તેમના કામથી સંતોષ છે.