ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટરની પસંદગી કરી છે. BCCI એ જાહેરાત કરી કે, પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરને ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ક્રિકેટ સલાહકાર સમિતિના ત્રણ સભ્યોએ સર્વાનુમતે અજીત અગરકરના નામને મંજૂરી આપી દીધી છે. BCCIએ સોશિયલ મીડિયા દ્વારા અગરકરના પસંદગી સમિતિના અધ્યક્ષ બનવાની માહિતી આપી હતી.