અહીં મળી રહેલી મધ્ય એશિયાઈ દેશોના નેશનલ સિક્યોરિટી એડવાઝર્સ (એનએસએ)ની પરિષદમાં ભારતના અજિત દોવલે ત્રાસવાદ સામે એક થઈ ઊભા રહેવાનું કહેતાં તે દેશો વચ્ચે વાહન વ્યવહાર અને સંચાર વ્યવસ્થા સ્થાપિત કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, ભારત તે માટે તમામ સહાય કરવા તૈયાર છે. સાથે તે દેશો વચ્ચે ઘનિષ્ઠ સહકાર અને પારસ્પરિક સંકલન સાધવા માટે પણ તેઓએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે નાણાંનો પ્રવાહ તે ત્રાસવાદ માટે 'જીવન રક્ત' સમાન છે તે બંધ થવો જોઈએ.