દેશભરમાં આશા તાઇના નામથી મશહૂર આશા ભોસલે 84 વર્ષના થઇ ગયા છે. આશા ભોંસલે અને કિશોર કુમારની જોડીએ હિન્દી સિનેમામાં ખૂબ જ સુંદર ગીત ગાયા છે. તેમણે પોતાના મધુર કંઠથી કરોડો દિલો પર રાજ કર્યુ છે. આશાજી અત્યાર સુધીમાં 1000થી વધારે ગીત ગાઇ ચૂક્યા છે. તેમણે 20 ભાષામાં લગભગ 14000 ગીતોમાં પોતાનો મધુર અવાજ આપ્યો છે.
આશા ભોસલેએ માત્ર 10 વર્ષની ઉંમરથી જ ગાવાનું શરૂ કર દીધુ હતું. આશાજીનાં પિતા દિનાનાથ મંગેશકર પ્રખ્યાત થિએટર અભિનેતા અને ક્લાસિકલ ડાન્સર હતાં. જ્યારે આશાજી 9 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાનું અવસાન થઇ ગયુ હતું. આ કારણે તેમણે પોતાની મોટી બહેન લતા મંગેશકર સાથે મળીને સિંગિંગ અને અભિનય કરવાનું શરૂ કરી દીધુ હતું. બંન્ને બહેનો સાથે મળીને ઘરનો ખર્ચો ઉઠાવતી હતી.