હસતા મોઢે વીડિયો બનાવ્યા બાદ સાબરમતી નદીમાં પડીને મોત વ્હાલુ કરનાર આયશા કેસ હાલ સમગ્ર ભારતમાં ચર્ચાઈ રહ્યો છે. દેશની આ દીકરી પર લોકો લાગણી વરસાવી રહ્યાં છે. તો સાથે જ તેના પતિ આરીફ પર ફિટકાર વરસી રહ્યાં છે. આરીફને આકરી સજા આપો તેવી માંગણી સોશિયલ મીડિયા પર ઉઠી છે. આયશાના મોતની જાણ થતા જ આરીફ (ayesha arif khan) રાજસ્થાનથી ફરાર થઈ ગયો હતો. એક સંબંધીના લગ્નમાંથી તે ગાયબ થયો હતો, જેના બાદથી તે દેખાયો ન હતો. આખરે અમદાવાદ પોલીસે તેને પાલીથી ઝડપી પાડ્યો હતો. આજે વહેલી સવારે આરીફને લઈને પોલીસ અમદાવાદ પહોંચી છે. સાંજ સુધી આરીફને કોર્ટમાં રજૂ કરીને પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરીફ લગ્ન બાદથી આયશાને માર મારતો હતો. તે આયશા પ્રત્યે નફરત ધરાવતો હતો. તેથી જ આયશાની ગર્ભાવસ્થામાં પણ તે તેને માર મારતો હતો. આરીફે આયશાની હાલત એવી કરી નાંખી હતી કે, આયશા મોતના રસ્તે નીકળી પડી હતી. આખરે પરિણામ એવું આવ્યું કે, એક માસુમે તેની જિંદગી ગુમાવી અને નિર્દોષ માતાપિતાએ પોતાની દીકરી ગુમાવી. આરીફને આયશા પહેલેથી જ પસંદ ન હતી. તે પત્ની આયશાની સામે જ બીજી યુવતીઓને પ્રેમ કરતો હતો. આ વાત તે અસંખ્યવાર આયશાને કહી ચૂક્યો છે. આરિફ પણ હંમેશા આઈશાને કહેતો કે તું મારુ સ્પેરવ્હીલ છે. હું કોઈ બીજીને પ્રેમ કરું છું. એટલું જ નહીં, નફ્ફટાઈની તમામ હદ વટાવીને તે આઈશાની સામે જ અન્ય યુવતી સાથે વાત કરતો હતો.