એરટેલ દ્વારા પોતાના ગ્રાહકો માટે નવી ઓફર લોન્ચ થઈ છે. જીઓને ટક્કર આપવા માટે એરટેલ દ્વારા ગ્રાહકોને 30 જીબી ડેટા મફત ઓફર કરવામાં આવી રહ્યો છે. વોલ્ટે બીટા સર્વિસ હેઠળ એરટેલ પોતાના યુઝર્સને 30 જીબી મફત ડેટા ઓફર કરે છે. હાલ આ ઓફર પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, અસમ, કેરળ, પંજાબ અને આંધ્ર પ્રદેશમાં મળી રહી છે. ગુજરાત અંગે જાહેરાત નથી થઈ.