એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આગામી દિવસોમાં 1 કરોડ રૂપિયાના ખર્ચે ગૂજરાત વિદ્યાપીઠમાં સોલાર પેનલ લગાવવામાં આવશે. આ પેનલ લગાવવા માટે ગૂજરાત વિદ્યાપીઠના રજીસ્ટાર રાજેન્દ્ર ખીમાણીએ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વતી અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર મનોજ ગંગલએ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં એમઓયુ પર સહી હસ્તાક્ષર કર્યા હતા. મહત્વનું છે કે, હાલ ગૂજરાત વિદ્યાપીઠના લાઈબ્રેરીમાં સોલાર પેનલનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે વિદ્યાપીઠમાં વીજ ભારણ વધુ હોવાથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા 99 વર્ષ જૂની વિદ્યાપીઠમાં મહત્તમ 1 કરોડ રૂપિયાના ખર્ચે સોલાર પેનલ લગાવવામાં આવશે.