એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટએ વધુ એક નિર્ણય લીધો હતો. કંપનીએ તેની તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત કંપનીએ જાહેરાત કરી હતી કે તે પોતાના મુસાફરોના નાણા ટૂક સમયમાં જ પરત કરશે. એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ હવે નાદારીની કગાર પર આવી ગઈ છે.
એરલાઈન્સ કંપની પર ખુબ જ મોટા પ્રમાણમાં દેવુ
એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે ત્યારે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. હવે ગો ફર્સ્ટએ આગામી 12મી સુધી તેની તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ ગઈકાલે રાત્રે આ માહિતી આપી હતી. એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ પર ખુબ જ મોટા પ્રમાણમાં દેવુ છે. થોડાક દિવસોમાં તેણે NCLT સાથે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે પોતાને નાદાર જાહેર કરવા માટે અરજી કરી છે. જો કે NCLTએ આ અંગેનો નિર્ણય અનામત રાખ્યો છે. એરલાઈન્સ કંપની પર અત્યારે 6 હજાર કરોડ કરતા વધુનું દેવુ છે.