જેટ ફ્યુલની કિંમતોમાં થઈ રહેલા વધારાના કારણે દેશમાં આજથી હવાઈ મુસાફરી મોંઘી થવા જઈ રહી છે. ઘરેલુ હવાઈ મુસાફરી માટે લોકોએ વધારે ચાર્જ ચુકવવો પડશે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ગુરુવારે રાતે હવાઈ મુસાફરીના ભાડામાં 12.5 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જે આજથી લાગુ થશે. એર ટિકિટની મિનિમમ અને મેક્સિમમ એમ બંને કિંમતોમાં આ વધારો લાગુ પડશે.
સાથે સાથે સરકારે દેશમાં તમામ એરલાઈન્સની ફ્લાઈટની સંખ્યામાં 7.5 ટકાનો વધારો કરવાની પણ મંજૂરી આપી છે. જ્યારે ફ્લાઈટમાં કુલ બેઠકોની સામે 65 ટકાની જગ્યાએ હવે 72.5 ટકા મુસાફરોને બેસાડવા માટે મંજૂરી આપવામાં આવી છે.