છેલ્લા 2 મહિનાથી લોકડાઉનના કારણે બંધ પડેલી ડોમેસ્ટિક વિમાની સેવાને 25 મે થી ફરીથી શરુ કરવામાં આવશે તેવી માહિતી આજે (બુધવારે) કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ એક ટ્વીટ કરીને આપી છે. તેમણે કહ્યું કે, તમામ એરપોર્ટ અને એરલાઇન કંપનીઓને તેમજ એરપોર્ટ્સને 25 મેથી કામગીરી શરૂ કરવાનું અને તેને લગતી તૈયારીઓ શરુ કરવા માટે કહેવાઈ રહ્યું છે. મંત્રાલય મુસાફરોની અવરજવર માટે અલગથી સ્ટેન્ડિંગ ઓપરેટિંગ પ્રક્રિયાઓ જારી કરશે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 23 માર્ચથી અને 25 માર્ચથી ઘરેલું ફ્લાઇટ્સ બંધ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અગાઉ કંપનીઓને ટિકિટ બુક ન કરવા કહ્યું હતું અને લોકડાઉન-4માં ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે તેવી માર્ગદર્શિકા બહાર પાડી હતી.