ભારતમાં વર્ષે હવાના પ્રદૂષણથી 12 લાખ લોકોના મોત થાય છે. મતલબ, રોજ સરેરાશ 3287 લોકો જીવ ગુમાવે છે. ગ્રીનપીસના રિપોર્ટમાં આ ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. રાજયોના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડાઓના આધારે આ રિપોર્ટ તૈયાર થયો છે. દેશના ટોચના 20 પ્રદૂષિત શહેરોમાં દિલ્હી ટોચ પર છે. રિપોર્ટ મુજબ દ.ભારતના કેટલાક શહેરોને છોડી કોઈ શહેરો CPCBના ધોરણોનું પાલન કરતા નથી.