IIT-ગાંધીનગરના સંશોધકોના મતે ભારતમાં હવાના પ્રદૂષણના કારણે સૂર્યઉર્જાનું ઉત્પાદન 17 ટકા જેટલું ઘટશે. એન્વાયર્મેન્ટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેટર્સમાં પ્રકાશિત રિસર્ચમાં સંશોધકોએ દાવો કર્યો કે હવામાં રહેલી ધૂળ અન્ય બળતણોમાંથી નીકળતી રજકણોના કારણે સોલર પેનલ પર જામી જતાં આ ઉત્પાદકતા ઘટી રહી છે. આનાથી દર વર્ષે 2 ગીગાવોટ ઉત્પાદન ઘટશે.