જેટ એરવેઝ બંધ થવાના કગાર પર છે. ત્યારે બીજી તરફ સરકારી એરલાઇન એર ઇન્ડિયાના માથા પર પણ દેવાના ડુંગર ઉભા થઇ ગયા છે. વર્તમાન નાણાકીય વર્ષમાં એર ઇન્ડિયાના માથા પર 9000 કરોડનું દેવું ચૂકવવાની લટકતી તલવાર તૈયાર છે. જોકે, આ કેસથી પરિચિત લોકોએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાઆ દેવું પરત કરવાની ક્ષમતા ધરાવતી નથી. તેમણે જણાવ્યું હતું કે સરકારે કંપનીને બચાવવા માટે અન્ય રાહત પેકેજ ઇશ્યૂ કરવા પડી શકે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થાય તે અગાઉ આ દિશામાં કોઈ નિર્ણય લેવાની શક્યતા નથી અને નવી સરકાર ચાર્જ લે ત્યાં સુધી ખુબ જ મોડુ થઇ ગયું હશે.