ન્યૂયોર્ક-દિલ્હીની ફલાઇટમાં એક વ્યકિતએ મહિલા યાત્રી પર પેશાબ કરવાની ઘટનામાં એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એર ઇન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને આ ફલાઇટના પાયલોટ ઇન કમાન્ડનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે.
૨૬ નવેમ્બર, ૨૦૨૨ના રોજ બનેલી આ ઘટનામાં પોતાની ફરજમાં બેદરકારી દાખવવા બદલ એર ઇન્ડિયાના ઇન ફલાઇટ સેવાઓેના ડાયરેક્ટરને પણ ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.