અફઘાનિસ્તાન દ્વારા એરસ્પેસ બંધ કરવાના નિર્ણય લીધા બાદ એર ઈન્ડિયા એ સ્પષ્ટ કર્યું છે કે કાબુલ માટે તેમનું ઓપરેશન ઠપ રહેશે. એવામાં દિલ્હીથી એર ઈન્ડિયાની કાબુલ જનારી ફ્લાઇટ જે પહેલા રાત્રે 8:30 વાગ્યાને બદલે 12:30 વાગ્યે ઉડન ભરવાની હતી, હવે તે ઓપરેટ નહીં થાય. સમાચાર એજન્સી ANI મુજબ, એર ઈન્ડિયા (Air India)એ કન્ફર્મ કર્યું છે કે, અફઘાનિસ્તાનનો હવાઈ માર્ગ બંધ થવાના કારણે તેઓ ફ્લાઇટ ઓપરેટ નહીં કરી શકે. સરકારી સૂત્રોએ કહ્યું કે, ભારત સરકારે એર ઈન્ડિયાને કહ્યું છે કે તેઓ કાબુલથી ઇમરજન્સી એક્ઝીટ માટે બે પ્લેનોને સ્ટેન્ડબાયમાં રાખે. એર ઈન્ડિયાએ કાબુલથી નવી દિલ્હી માટે ઇમરજન્સી સંચાલન માટે એક ટીમ તૈયાર કરી છે.